કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/મિત્તકાલી (મિત્રકાલી)
← સુંદરી નંદા | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો મિત્તકાલી (મિત્રકાલી) શિવપ્રસાદ દલપતરામ પંડિત |
નંદુત્તરા → |
५८–मित्तकाली (मित्रकाली)
એનો જન્મ કુરૂરાજ્યમાં એક બ્રાહ્મણને ઘેર થયો હતો. એનો વિશેષ વૃત્તાંત જાણવામાં આવ્યો નથી. એટલું જણાયું છે કે ભિક્ષુણી થયા પછી પણ સાત વર્ષ સુધી તે પોતાના સ્વભાવને વશ કરી શકી નહોતી. તેનો સ્વભાવ ઘણો કજિયાખોર હતો. સાથે રહેનારી ભિક્ષુણીઓ સાથે તે વારંવાર કલહ કર્યા કરતી; પરંતુ પાછળથી તેનામાં ધર્મનું દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું અને ઘણી સુશીલ તથા શાંત પ્રકૃતિની બની ગઈ. થેરી ગાથામાં ૯૨થી ૯૬ સુધીના શ્લોક તેના રચેલા છે.