કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સીહા (સિંહા)

← બડ્‌ઢેસી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સીહા (સિંહા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુંદરી નંદા →


५६–सीहा (सिंहा)

લિચ્છવી રાજાઓના સેનાપતિઓ સિંહ ઉપાધિથી ઓળખાતા હતા. સીહા એ સમયના વૈશાલિના સેનાપતિની ભાણેજ થતી હતી. કુમારી દશામાંજ તે થેરી થઈ હતી. સાત વર્ષ સુધી તેણે ચિત્તને કાબૂમાં લાવવાનો ઘણો યત્ન કર્યો પણ સફળતા ન મળી, ત્યારે નિરાશ થઈને તેણે ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણવાનો સંકલ્પ કર્યો; પરંતુ ગળે ફાંસો ખાવા જતી હતી તે જ વખતે તેનું ચિત્ત એકદમ સંયમમાં આવી ગયું અને તેને અંતર્જ્ઞાન ઉત્પન્ન થયું. થેરી ગાથામાં ૭૭ થી ૮૧ સુધીના શ્લોક તેના રચેલા છે.