કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સુજાતા થેરી
← સકુલા | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો સુજાતા થેરી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
સોણા → |
६१–सुजाता थेरी
એનો જન્મ સાકેત નગરમાં એક વણિક કુટુંબમાં થયો પણ હતો. એનો પિતા રાજ્યનો કોષાધ્યક્ષ અને ઘણો ધનવાન હતો. મોટી વયની થયા પછી તેના પિતાએ પોતાનાજ જેવા એક કુળવાન કુટુંબના યુવક સાથે તેનું લગ્ન કર્યું હતું. તેમનો ગૃહસંસાર ઘણા સુખમાં ચાલતો હતો. એક દિવસ એ સુંદર વસ્ત્રાલંકાર પહેરીને, અંગ ઉપર ચંદનનો લેપ કરીને તથા દાસીઓને સાથે લઈને અંજન વનમાં ચિત્તવિનોદ કરવા સારૂ ગઈ હતી, ત્યાં આગળ અનેક પ્રકારની મનોરંજક રમત રમીને એ પાછી આવતી હતી, એ વખતે બુદ્ધદેવનાં દર્શન થયાં. બુદ્ધદેવને મુખેથી મુક્તિતત્ત્વ સાંભળ્યાથી તેને સંસા૨ ઉપર વૈરાગ્ય ઊપજ્યો અને સાકેતનગરમાંજ થેરી થઈ.
થેરીગાથામાં ૧૪૫ થી ૧૫૦ સુધીના શ્લોક તેના રચેલા છે.