કેમ ભૂલું નાથ મારા
કેમ ભૂલું નાથ મારા પ્રેમાનંદ સ્વામી |
કેમ ભૂલું નાથ મારા
કેમ ભૂલું નાથ મારા, પ્રગટ રૂપ કળી ગયો;
શરણે રાખો જો મને તો, સફળ જન્મ મારો થયો... ૧
વલખાં ઘણાં મેં માર્યાં, પ્રગટ હરિ મળવા કારણે;
જ્યાં ગયો ત્યાં લૂખું ભાળું, દર્શન વિના તલસી રહ્યો... ૨
મોહ મારો ભાંગિયો, હવે આપમાં વળગી રહ્યો;
હવે વળી છે શાંતિ મુજને, દર્શનથી સુખિયો થયો... ૩
નવ ઓળખ્યા જો હોત તો, જીવતર બધું એળે જ હતું;
હરિ હરિના સંગ મળતાં, આ ફેરે ફાવી ગયો... ૪
એ વિના નવ ભક્તિ થાયે, ભાખિયું વચનામૃતમાં;
પ્રગટ હરિ કાં સંત મળતાં, જીવ ભક્ત ત્યારે થયો... ૫