કેવું અનોખું છે મારું બાળપણ
કેવું અનોખું છે મારું બાળપણ અજ્ઞાત સર્જક |
કેવું અનોખું છે મારું બાળપણ
પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
કેવું અદ્દભુત છે મારું બાળપણ.
મોજ-મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,
કેવું અજાયબી છે મારું બાળપણ.
બગીચામાં ખીલતું, ફૂલોને ચુમતું,
કેવું વિચિત્ર છે મારું બાળપણ.
રમકડાંથી રમતું, લોકચાહના પામતું,
કેવું પ્રેમાળ છે મારું બાળપણ.
વડિલોને પૂજતું, નિત્ય પ્રાર્થના કરતું,
કેવું સુખ રૂપ છે મારું બાળપણ.
સારું ગ્રહણ કરતું, સુવિચાર આચરતું,
કેવું વિચારશીલ છે મારું બાળપણ.