કેસર ભીના કાનજી
કેસર ભીના કાનજી નરસિંહ મહેતા |
કેસરભીનાં કાનજી, કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશું, ઊભાં નંદદ્વાર.
બેમાં સુંદર કોને કહીએ, વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પુરુષોત્તમને, માણેકડાં બેહુ હાથ
વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો, રંગ તણાં બહુ રોળ