ગરનારી ! ગરવો શણગાર રે
ગરનારી ! ગરવો શણગાર રે રામો બાવો |
સંત વેલનાથના ચેલા રામનું ભજન |
ગરનારી ! ગરવો શણગાર રે
ગરનારી ! ગરવો શણગાર રે
જૂના જોગી ગરવો શણગાર રે
જૂનાણું જોવાની મારી હામ છે.
મરઘી-કંડ કાંઠે ઊભી જોગણી રે
બાપુડા ! મરઘી-કંડ કાંઠે ઊભી જોગણી રે
જોગણી કરે લલકાર રે. -- જૂનાણું૦
ચડવા ઘોડો પીરને હંસલો
બાળુડા ! ચડવા ઘોડો પીરને હંસલો
ચળકે તીર ને કમાન રે. -- જૂનાણું૦
વેલાનો ચેલો રામ બોલિયા રે
બાળુડા ! વેલાનો ચેલો રામ બોલિયા રે
આવ્યા શરણે ઉગાર રે. -- જૂનાણું૦