ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસનો પહેલો હેવાલ

← લૉર્ડ એલ્જિનને અરજી-૨ ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસનો પહેલો હેવાલ
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદી મતાધિકાર (धि नाताल मर्क्युरीને પત્ર)-૧ →


પ૭. નાતાલ ઈન્ડિયન કૅૉગ્રેસને પહેલો હેવાલ
ઓગસ્ટ, ૧૮૯૫

સ્થાપના

૧૮૯૪ની સાલના જુલાઈ મહિનામાં નાતાલ સરકારે ફ્રેન્ચાઈઝ લૉ અમેન્ડમેન્ટ બિલ (મતાધિકાર કાનૂન સુધાર વિધેયક) નામનું એક બિલ વિધાનસભામાં રજૂ કર્યું. એવું માનવામાં આવ્યું હતું કે સંસ્થાનમાંના હિંદીઓની ખુદ હસ્તી એનાથી જોખમમાં આવતી હતી. આ બિલને પસાર થતું રોકવાને કેવાં પગલાં ભરવાં જોઈએ તેનો વિચાર કરવાને મેસર્સ દાદા અબદુલ્લાની કંપનીના કંપાઉન્ડમાં સભાઓ ભરવામાં આવી હતી. બંને ધારાગૃહોને અરજીઓ મોકલવામાં આવી અને એના સભ્યોની મુલાકાત ડરબનથી પિટરમેરિત્સબર્ગ ગયેલા એક લોક-પ્રતિનિધિએ લીધી હતી. આમ છતાં બિલ બંને ધારાગૃહોમાંથી પસાર થઈ ગયું. જે અાંદોલન ચલાવવામાં આવ્યું હતું તેની અસર એવી થઈ કે બધા હિંદીઓને એક કાયમી સંસ્થાની સ્થાપના કરવાની પૂરી જરૂરિયાત સમજાઈ, જે સંસ્થાનની પહેલી જવાબદાર સરકારની હિંદીઓ સંબંધેની પ્રત્યાઘાતી સ્વરૂપની ધારાકીય કાર્યવાહીનો મુકાબલો કરશે અને હિંદીઓના હિતોનું રક્ષણ કરશે.

મેસર્સ દાદા અબદુલ્લાના કંપાઉન્ડમાં થોડી શરૂઆતની સભાઓ ભરાયા બાદ ઑગસ્ટની ૨૨મી તારીખે ભારે ઉત્સાહના વાતાવરણમાં નાતાલ ઈન્ડિયન કૉંંગ્રેસની વિધિસરની સ્થાપના થઈ. હિંદી કોમના બધા જ આગળપડતા સભ્યો કૉંંગ્રેસમાં જોડાયા. પહેલે જ દિવસે ૭૬ જેટલા સભ્યોએ લવાજમ ભર્યાં, એ યાદી ધીમે ધીમે ૨૨૮ સુધી પહોંચી. શ્રી અબદુલ્લા હાજી આદમ પ્રમુખ તરીકે ચૂંટાયા. બીજા આગળ પડતા સભ્યોને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. શ્રી મો. ક. ગાંધીને માનદ મંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા. એક નાની સમિતિ પણ રચવામાં આવી. પણ સંઘના બીજા સભ્યોએ કૉંંગ્રેસના શરૂઆતના દિવસોમાં સમિતિની સભાઓમાં હાજરી આપવાની ઇચ્છા પ્રદશિત કરવાથી સમિતિને અંદર અંદરની સમજથી બરખાસ્ત કરવામાં આવી અને સભાઓમાં બધા જ સભ્યોને આમંત્રણો અપાયાં.

આર્થિક સ્થિતિ

ઓછામાં ઓછું માસિક લવાજમ પ શિલિંગ હતું. વધારેમાં વધારે કેટલું એની મર્યાદા નહોતી. બે સભ્યોએ માસિક ૨ પાઉંડ લવાજમ આપ્યું, એકે ૨૫ શિલિંગ, દસે ૨૦ શિલિંગ, પચીસે ૧૦ શિલિંગ, ત્રણે ૭ શિલિંગ ૬ પેન્સ, ત્રણે ૫ શિલિંગ ૩ પેન્સ અને બેએ ૫ શિલિંગ ૧ પેન્સ અને એકસો સત્યાશીએ પ શિલિંગ માસિક લવાજમ આપ્યું. નીચેના કોષ્ટકમાં જુદા જુદા વર્ગના સભ્યો તેમણે ભરેલાં લવાજમો, ઘટ વગેરે દર્શાવ્યું છે.[૧]

વર્ગ સંખ્યા વાર્ષિક
પા. શિ. પે.
ખરેખરી આવક ધટ.
૪૦/-
૪૮- ૦-૦ પા. ૪૮-૦-૦
નથી
૨૫/-
૧૫-૦-૦ ૧૫-૦-૦
નથી
૨૦/-
૧૦
૧૨૦-૦-૦ ૯૩-૦-૦ પા. ૨૭-૦-૦
૧૦
૨૨
૧૩૨-૦-૦ ૮૮-૫-૦ ૪૩-૧૫-૦
૭/૬
૧૩-૧૦-૦ ૮-૧૨-૬ ૪-૧૭-૬
૫/૩
૬-૬-૦ ૩-૮-૩ ૨-૧૭-૯
૫/૧
૬-૨-૦ ૫-૬-૯ ૦-૧૫-૩
૫/-
૧૮૭
૫૫૯-૧૦-૦ ૨૭૩-૫-૦ ૨૮૬-૧૫-૦
૨૨૮
૯૦૦- ૮-૦ પા. ૫૩૫-૧૭-૬ પા. ૩૬૬- ૦-૬

ઉપરના આંકડાઓ ઉપરથી જણાશે કે પા. ૯૦૦-૮-૦ની સંભવિત આવકમાંથી કોંગ્રેસ અત્યાર સુધીમાં માત્ર પા. ૫૦૦–૧૭–૬ અથવા લગભગ ૫૯ ટકા વસૂલ કરવામાં સફળ થઈ છે. ૫ શિલિંગ લવાજમ ભરનારાઓ સૌથી ભારે કસૂર કરનારા નીવડયા છે. એનાં કારણો અનેક છે. એ વાત ધ્યાન પર રહેવી જોઈએ કે કેટલાક સભ્યો તરીકે બહુ મોડા જોડાયા એટલે સ્વાભાવિક રીતે જ તેમણે આખા વર્ષનું લવાજમ ભર્યું નથી. એમાંના ઘણા હિંદુસ્તાન જવા નીકળી ગયા છે, થોડા લોકો એટલા ગરીબ છે કે લવાજમ ભરી શકયા નથી. પરંતુ એ કહેતાં અમને દુ:ખં થાય છે કે સૌથી સબળ કારણ પૈસા આપવાની નામરજી છે. તોપણ જે થોડા કાર્યકરો આગળ આવે અને મહેનત કરે તો બાકી રકમના ૩૦ ટકા ઉઘરાવાય એવો સંભવ છે. બેનેટ કેસ માટેના સામાન્ય તથા ખાસ દાનોની તથા ન્યૂકેસલ અને ચાર્લ્સટાઉનનાં લવાજમોની યાદી[૨] નીચે આપી છે.

યાદી વિગતવાર આપી છે કારણ કે આ નામો છાપેલી યાદીઓમાં બતાવાયાં નથી. આમ કુલ આવક નીચે મુજબ છે:

લવાજમો પા. ૫૩૫-૧૭-૬
દાનો પા. ૮૦-૧૭-૦
પા. ૬૧૬-૧૪-૬

ઉપરનો હિસાબ છાપેલી યાદીના ધોરણે તૈયાર કર્યો છે.

હવે બૅંકમાં જમા રકમ પા. ૫૯૮–૧૯-૧૧ પેન્સ થાય છે. ઉપરની રકમ પૂરી કરવા માટે રોકડ ખર્ચ અને ખાતાંફેરની જમાઉધારની રકમો એમાં ઉમેરવી જોઈએ.

રોકડ ખર્ચ પા. ૭-પ-૧નો છે. ખાતાંફેરની જમાઉધારની રકમને સરવાળો પા. ૧૦–૧૦–૦ છે, જેમાં શ્રી નાયડુના ૮ પાઉંડ, શ્રી અબદુલ કાદરના ૨ પાઉડ અને શ્રી મુસા એચ. આદમના ૧૦ શિલિંગનો સમાવેશ થાય છે, જે એ લોકોએ ભાડાં તરીકે લેવાના હતા. ત્રણેએ એ રકમો વસૂલ નહીં કરતાં લવાજમ તરીકે આપી છે.

આમ
૫ા. ૫૯૮-૧૯–૧૧
પા. ૭- ૫- ૧
પા. ૧૦–૧૦– ૦
પા. ૬૧૬ -૧૫–OO

આ રીતે છાપેલી યાદી સામે જમા રકમની સરખામણી કરતાં ૬ પેન્સનો તફાવત દેખાય છે જે ૬ પેન્સ મળ્યા તો છે પણ યાદીમાં બતાવાયા નથી. આમ થવાનું કારણ એ છે કે એક સભ્ય એક વાર શિ. ૨-૬ પેન્સ આપ્યા અને બીજી વાર ૩ શિલિંગ આપ્યા. ૩ શિલિંગ યાદી ઉપર ચોખ્ખા બતાવી શકાયા નથી. આજ સુધીમાં ચેક મારફતે પા. ૧૫૧-૧૧-૧૧/૨ નો ખર્ચ થયો છે. એક સંપૂર્ણ બયાન[૩] આ સાથે જોડવામાં આવ્યું છે. પરિણામે બેંકમાં પા. ૪૪૭–૮–૯૧/૨ જેટલી સિલક બાકી રહે છે. દેણી રકમ હજી ચૂકવાઈ નથી અને વસાહતીઓ વિષેની અરજીનું તથા ટિકિટોનું ખર્ચ નીચે દર્શાવ્યું છે.

ચેક કાઢી આપવાના નિયમોનો સખતાઈથી અમલ કરવામાં આવ્યો છે. જોકે માનદ મંત્રીને ૫ પાઉન્ડ સુધીનો ચેક એકલાને કાઢી આપવાની સત્તા છે. પણ એ સત્તાનો ઉપયોગ કદી કરવામાં આવ્યો નથી. તેના ઉપર તેમની અને શ્રી અબદુલ કરીમની સહી થાય છે, અને તેમની ગેરહાજરીમાં શ્રી દોરાસામી પિલ્લે અને શ્રી પી. દાવજીની અને તેની ગેરહાજરીમાં શ્રી હુસેન કાસમની સહી થાય છે.

કૅાંગ્રેસની પ્રવૃત્તિ
એનું કામકાજ, એના કાર્યકરો અને એની મુસીબતો

છેલ્લી વાતને પ્રથમ જોઈએ તો, કૅાંગ્રેસ સારી સરખી મુસીબતોમાંથી પસાર થઈ છે. શરૂમાં જ એ અનુભવ થઈ ગયો કે લવાજમ ઉઘરાવવાનું કામ ઘણું જ કઠણ હતું. જુદાં જુદાં અનેક સૂચનો રજૂ થયાં પરંતુ તેમાંનું એકે પૂરેપૂરું સફળ પુરવાર ન થયું. છેવટે થોડાં કાર્યકરો સ્વયંસેવક તરીકે બહાર પડયા અને તેમની મહેનતને પરિણામે પા. ૪૪૮ જેટલી પણ સિલક બતાવવાનું શકય બન્યું છે. શ્રી પારસી રુસ્તમજી, શ્રી અબદુલ કાદર, શ્રી અબદુલ કરીમ, શ્રી દોરાસામી, શ્રી દાવજી કથરાડા, શ્રી. રાંદેરી, શ્રી હુસેન કાસમ, શ્રી પીરણ મહમદ, શ્રી જી. એચ. મિયાંખાન, અને શ્રી આમદ જીવાએ એક અથવા બીજા સમયે લવાજમો ઉઘરાવવામાં સારી મહેનત લીધી છે, એ બધા અથવા એમાંના મોટા ભાગના લોકો લવાજમો માટે અનેક વાર બહાર પડયા હતા. શ્રી અબદુલ કરીમ એકલા પોતાના ખર્ચે પિટરમૅરિત્સબર્ગ ગયા અને લગભગ ૫૦


પાઉંડ ઉઘરાવી લાવ્યા. એમણે એમ ન કર્યું હોત તો એ રકમનો મોટો ભાગ કૉંગ્રેસને ગુમાવવો પડત.

શ્રી અબદુલ કરીમ પોતાને ખરચે વેરૂલમ સુધી ગયા અને તેમણે લગભગ ૨૫ પાઉંડ ઉઘરાવ્યા. ચેકો ઉપર સહી કરવા બાબતમાં પણ આગળપડતા સભ્યોમાં મતભેદ હતો. મૂળ નિયમ એવો હતો કે તેમના ઉપર માનદ મંત્રી સહી કરે અને નીચેના લોકોમાંથી એક જણ સામે સહી કરે. શ્રી અબદુલ્લા એચ. આદમ, શ્રી મૂસા હાજી કાસમ, શ્રી પી. દાવજી મહમદ, શ્રી હુસેન કાસમ, શ્રી અબદુલ કાદર, અને શ્રી દોરાસામી પિલ્લે. એક સૂચન એવું કરવામાં આવ્યું કે વધારે લોકોની સહી કરાવવી. એક સમયે આ મતભેદ એટલે સુધી પહોંચ્યો કે તેનાથી ખુદ કૉંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. પણ સભ્યોની ભલમનસાઈ અને આવી કટોકટી અટકાવવાની તેમની ઉત્સુકતાને લઈને છેવટે વાદળો વિખેરાયાં અને ઉપર દર્શાવેલો ફેરફાર સર્વાનુમતિથી માન્ય રાખવામાં આવ્યો.

ડરબનમાં કૉંગ્રેસનું કામ ઠીક ઠીક શરૂ થયું એટલે સર્વશ્રી દાઉદ મહમદ, મૂસા હાજી આદમ, મહમદ, કાસમ જીવા, શ્રી પારસી રુસ્તમજી, શ્રી પીરણ મહમદ અને માનદ મંત્રી એ દરેક પોતાના ખરચે પિટરમૅરિત્સબર્ગમાં સભ્યો બનાવવાના કામે પહેાંચી ગયા. ત્યાં એક સભા ગોઠવવામાં આવી હતી અને આશરે ૪૮ લોકોએ લવાજમ ભર્યા. આવી જ બીજી એક સભા વેરૂલમ મુકામે ભરવામાં આવી. ત્યાં આશરે ૩૭ જણે લવાજમ ભર્યા. શ્રી હુસેન કાસમ, શ્રી હાજી, શ્રી દાઉદ, શ્રી મૂસા હાજી કાસમ, શ્રી પારસી રુસ્તમજી અને માનદ મંત્રી ત્યાં પહેાંચી ગયા હતા. સર્વશ્રી આમદ ભાયાત, હાજી મહમદ અને કમરુદ્દીને પિટરમૅરિત્સબર્ગમાં અને સર્વશ્રી ઇબ્રાહીમ, મૂસાજી આમદ, આમદ મેતર અને પી. નાયડુએ વેરૂલમમાં સક્રિય મદદ કરી.

મિ. અમરુદ્દીન જોકે કૉંગ્રેસના સભ્ય નહોતા છતાં તેમણે કૉંગ્રેસને માટે ઘણું જરૂરી કામ કર્યું. શ્રી એન. ડી. જોષીએ ગુજરાતી હેવાલની સાફ નકલ કરી આપવાની મહેરબાની કરી.

શ્રી સોમસુંદરમે કૉંગ્રેસના વર્ષના શરૂના ગાળામાં સભાઓમાં દુભાષિયાનું કામ કરીને અને પરિપત્રો વહેંચીને એને મદદ કરી. ન્યૂકૅસલ અને ચાર્લ્સટાઉનમાં પણ કામકાજ કરવામાં આવ્યું છે. સભ્યોએ બીજા વર્ષ માટેનું લવાજમ ભર્યું છે.

શ્રી મહમદ સિદાત, શ્રી સુલેમાન ઇબ્રાહીમ અને શ્રી મહમદ મીરે ન્યૂકૅસલમાં કાળજાંતૂટ કામ કર્યું. તેઓ અને શ્રી દાઉદ આમલા પોતાને ખરચે ચાર્લ્સટાઉન પણ ગયા. ચાર્લ્સટાઉનના લોકોએ બહુ સુંદર જવાબ વાળ્યો. એક કલાકની અંદર જેમને જેમને મળ્યા તે બધા જ સભ્ય બની ગયા. શ્રી દિનદાર, શ્રી ગુલામ રસૂલ અને શ્રી વાંદાએ ઘણી સહાય કરી. બ્રિટિશ સરકારને મોકલેલી મતાધિકારની અરજી, ટ્રાન્સવાલ અરજી તથા વસાહતી પ્રવેશ અરજી સંબંધમાં ઇંગ્લંડ અને હિંદુસ્તાનમાં રહેતા હિંદીઓના મિત્રોને લગભગ ૧,૦૦૦ પત્રો લખવામાં આવ્યા છે.

ગિરમીટનો કરાર નહીં કરી આપનાર ઉપર ૩ પાઉન્ડનો કર નાખવાનું જેમાં વિચારાયું છે એ વસાહતી કાનૂનનો બહુ જોશથી વિરોધ કરવામાં આવ્યો. બંને ધારાગૃહોને અરજીઓ કરવામાં આવી.

જોકે ટ્રાન્સવાલ અરજી સીધી કૉંગ્રેસ મારફતે મોકલાઈ નહોતી છતાં તેનો કૉંગ્રેસના કામકાજના હેવાલમાં ઉલ્લેખ કર્યા વિના ચાલે એમ નથી.

કૉંગ્રેસ સંસ્થાની ભાવના અથવા તેના ઉદ્દેશ મુજબ બંને ધારાગૃહોના સભ્યોને એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો હતો અને તેને સંસ્થાનમાં અને દક્ષિણ આફ્રિકામાં બધે છૂટથી વહેંચવામાં આવ્યો હતો. છાપાંઓએ એની મોટા પ્રમાણમાં નોંધ લીધી હતી અને તેને લઈને ઘણો સહાનુભૂતિભર્યો ખાનગી પત્રવ્યવહાર ઊભો થયો. નાતાલમાંના હિંદીઓની પરિસ્થિતિ વિષે છાપાંઓમાં વખતોવખત પત્રો પણ આવવા લાગ્યા. પોસ્ટ ઑફિસોમાં યુરોપિયનો માટે તથા દેશીઓ અને એશિયાટિકો માટે જુદાં જુદાં પ્રવેશદ્વારો રાખવા સંબંધમાં માજી પ્રમુખશ્રીને સરકાર પત્રવ્યવહાર થયો હતો.

એનું પરિણામ તદ્દન અસાંતોષકારક નથી આવ્યું. હવે ત્રણે કોમો માટે અલગ અલગ પ્રવેશદ્વારોની વ્યવસ્થા કરવામાં આવશે. ગિરમીટ નીચેના હિંદીઓ વચ્ચે પણ કામકાજ કરવામાં આવ્યું છે. બાલાસુંદરમ પ્રત્યે એના માલિકે બહુ ખરાબ વર્તાવ રાખ્યો હતો. એની બદલી હવે મિ. એસ્કયૂને ત્યાં કરી દેવામાં આવી છે.

મોહરમના તહેવારો તથા કોલસાને બદલે લાકડાં પૂરાં પાડવા બાબતમાં, રેલવે ખાતાંના ગિરમીટિયા હિંદીઓ તરફથી કૉંગ્રેસે દરમિયાનગીરી કરી હતી. આ કામ ચલાવતા મૅજિસ્ટ્રેટે ઘણી સહાનુભૂતિ બતાવી હતી.

તુઓહીનો મામલો પણ ઉલ્લેખ કરવા લાયક છે. ઇસ્માઈલ આમદની હેટ જાહેર જગ્યામાં બળજબરીથી ખેંચી લેવામાં આવી હતી અને એમનું બીજી રીતે અપમાન કરવામાં આવ્યું હતું. ફેંસલો એમના પક્ષમાં આપવામાં આવ્યો હતો.

ખ્યાતિ પામેલા બેનેટ મામલામાં કૉંગ્રેસને સારોસરખો ખર્ચ થયો, પણ એટલું કહી શકાય કે એ પૈસા એળે નથી ગયા. આપણને મૅજિસ્ટ્રેટની વિરુદ્ધ ચુકાદો નહીં મળે એ વાત તો નિર્વિવાદ હતી. મિ. મોરેકમના વિરોધી અભિપ્રાય છતાં આપણે કોર્ટનો આશરો લીધો. પરંતુ, એનાથી સ્થિતિ ઘણી સ્પષ્ટ બની છે અને જો આ જાતનો મામલો ભવિષ્યમાં ઊભો થાય તો આપણે કેવી રીતે કામ લેવું તે હવે આપણે બરાબર સમજ્યા છીએ.

હિંદી પ્રશ્નને સંસ્થાનમાંના યુરોપિયનો તરફથી વિશેષ પ્રમાણમાં સક્રિય ટેકો નથી મળ્યો તોપણ હિંદ અને ઇંગ્લંડ બંને દેશેામાં ઘણી સહાનુભૂતિ પેદા થઈ છે.लंडन टाइम्स અને धि टाइम्स ओफ ईंडियाએ દક્ષિણ આફ્રિકાના હિંદીઓને સક્રિય ટેકો આપ્યો છે, હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની બ્રિટિશ કમિટી ઘણી જાગ્રત રહી છે. સર ડબલ્યુ . ડબલ્યુ. હંટર, એમ. એ. વેબ, માનનીય ફિરોજશાહ મહેતા, માનનીય ફાજલભાઈ વિશ્રામ અને બીજાઓ તરફથી સહાનુભૂતિ દર્શાવતા પત્રો આવ્યા છે. બીજાં હિંદી અને અંગ્રેજી છાપાંઓએ આપણી ફરિયાદો તરફ રહેમનજર રાખી છે.

મિ. એસ્કયૂ કૉંગ્રેસની સભાઓમાં હાજરી આપનારા એકમાત્ર યુરોપિયન હતા, કૉંગ્રેસે હજી લોકો આગળ પોતાની રીતસરની જાહેરાત નથી કરી. કારણ કે જયાં સુધી એને પોતાના કાયમી અસ્તિત્વની ખાતરી કરાવવામાં નહીં આવે ત્યાં સુધી એ પ્રમાણે નહીં કરવાનું સલાહભર્યું મનાયું હતું. એણે પોતાનું કામ ખૂબ જ શાંતિથી કર્યું છે. માજી પ્રમુખ શ્રી અબદુલ્લા હાજી આદમ હિંદ જવા નીકળ્યા ત્યારે તેમને અપાયેલા માનપત્રનો નિર્દેશ કરીને કૉંગ્રેસના કામકાજનો હેવાલ સમાપ્ત થાય એ ઉચિત ગણાશે.

કૉંગ્રેસને મળેલી ભેટો

ભેટો ખૂબ જ જુદી જુદી જાતની અને મોટી સંખ્યામાં હતી. આ બાબતમાં શ્રી પારસી રુસ્તમજી સૌથી મોખરે છે, એમણે કૉંગ્રેસને ત્રણ દીવા, ટેબલકલોથ, ઘડિયાળ, દરવાજાનો પડદો, શાહીના ખડિયા, કલમો, બ્લૉટિંગ પેપર, ફૂલદાની એટલી ચીજો એાપી છે. એમણે આખું વર્ષ તેલ પણ પૂરું પાડયું છે. એમણે દરેક સભાના દિવસોએ સભાખંડ વાળવા અને તેમાં દીવાબત્તી કરવા પોતાના માણસોને અસાધારણ નિયમિતતાથી મોકલ્યા છે. એમણે કૉંગ્રેસને ૪,૦૦૦ પરિપત્રો માટેના કાગળો પણ આપ્યા છે. શ્રી અબદુલ કાદરે સભ્યોની યાદી છપાવી આપી છે. શ્રી સી. એન. જીવાએ ૨,૦૦૦ પરિપત્રો મફત છપાવી આપ્યા છે. એને માટેના કાગળ થોડા શ્રી હાજી મહમદે અને થોડા શ્રી હુસેન કાસમે આપ્યા છે.

શ્રી અબદુલ્લા હાજી આદમે એક ગાલીચો ભેટ આપ્યો છે. શ્રી માણેકજીએ એક ટેબલ આપ્યું છે.

શ્રી પ્રાગજી ભીમભાઈએ ૧,૦૦૦ કવર આપ્યાં છે.

માનદ મંત્રીએ હિંદુસ્તાનમાં ગુજરાતી અને અંગ્રેજીમાં નિયમો છપાવી આપ્યા અને હંમેશના પખવાડિક પરિપત્રો માટે ટપાલની ટિકિટો, કાગળો વગેરે ચીજો આપી છે.

મિ. લૉરેન્સ જેઓ સભ્ય નથી તેઓ શાંતિભર્યા ઉત્સાહ સાથે પરિપત્રો વહેંચવાનું કામ કરી રહ્યા છે.

પરચૂરણ બાબતો

હાજરી ઘણી કંગાળ રહી છે અને તે દુ:ખદાયક રીતે અનિયમિત હતી. તામિલ સભ્યોએ કૉંગ્રેસનાં કામમાં ઝાઝો ઉત્સાહ બતાવ્યો નથી. કાંઈ નહીં તો તેઓ લવાજમ ભરવાની ઢીલાશની ખોટને વખતસર અને નિયમિત હાજરી આપીને પૂરી શકયા હોત. નાની રકમનાં દાનો મેળવવાનું સરળ બનાવવા માટે શ્રી એ. એચ. આદમ, શ્રી અબદુલ કાદર, શ્રી ડી. પિલ્લે અને માનદ મંત્રીની સહીઓવાળી એક શિલિંગ, બે શિલિંગ અને બે શિલિંગ છ પેન્સની ટિકિટો કાઢવામાં આવી છે. પરંતુ આ યોજનાનાં પરિણામો વિષે હજી આગાહી કરી શકાય એમ નથી.

એક એવી મતલબનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે કે કાર્યકરોમાં ઉત્સાહ રેડવા માટે પ્રવૃત્તિશીલ કાર્યકરોને ચાંદો એનાયત કરવામાં આવે. હજી એ તૈયાર કરાવાયા નથી.

મૃત્યુ અને વિદાય

થોડા માસ પહેલાં શ્રી દિનશા અવસાન પામ્યા એ વાતની દિલગીરી સાથે નોંધ લેવી પડે છે.

આશરે દસ સભ્યો હિંદુસ્તાન જવા રવાના થયા છે. જેમાંથી માજી પ્રમુખશ્રી ઉપરાંત શ્રી હાજી મહમદ, શ્રી હાજી સુલેમાન, શ્રી હાજી દાદા, શ્રી માણેકજી એટલાનો ઉલ્લેખ કરી શકાય. શ્રી મુથુકૃષ્ણ અને શ્રી રણજિતસિંગે રાજીનામાં આપ્યાં છે.

આશરે ૨૦ સભ્યોએ કદી કાંઈ પણ લવાજમ ભર્યું નથી. એઓ કદી કૉંગ્રેસમાં જોડાયા જ નથી એમ કહી શકાય.

સૂચનો

જે સૌથી મહત્ત્વનું સૂચન કરવું પડે છે તે એ છે કે લવાજમ ગમે તે હોય પણ તે આખા વર્ષ માટે આગળથી ભરી દેવાનું ફરજિયાત બનાવવું જોઈએ.

વધારાની સૂચનાઓ

એ વાતનો ખ્યાલ રખાવો જોઈએ કે કેટલોક ખર્ચ કૉંગ્રેસે મંજૂર કરવા ઠરાવેલું હોવા છતાં કરવામાં આવ્યો નથી. બહુ સખત કરકસર કરવામાં આવી છે કૉંગ્રેસને મજબૂત પાયા ઉપર મૂકવા માટે ઓછામાં ઓછા ૨,૦૦૦ પાઉંડની જરૂર છે.

[મૂળ અંગ્રેજી]

સાબરમતી સંગહાલયમાંની નકલ ઉપરથી

  1. ૧. ભૂલચૂકને કારણે સરવાળા બધા ખરા નથી.
  2. ૨. નિર્દેશ કરવામાં આવેલી યાદી અહીં આપવામાં આવી નથી.
  3. ૧. નિર્દેશ કરેલું બયાન અહીં આપવામાં આવ્યું નથી.