ગાજે જ્યાં ગગન
ગાજે જ્યાં ગગન દલપતરામ |
ગાજે જ્યાં ગગન ઘન જવાસો સુકાઈ જાય,
તરુવર તો તમામ ફાલીને ફેલાય છે;
સૂરજની શોભા દેખી સર્વને સંતોષ થાય,
ઘુડ તો ઘલાઈ ખૂણે ઘણા ગભરાય છે;
અદેખાને ઉપદ્રવ કરે નહિ કોય તોય,
અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
જેમ ફોસફરસ તો સ્વભાવે બળી જાય છે.