ગામ તળાજામાં
નરસિંહ મહેતા



ગામ તળાજામાં

ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ 'મૂર્ખ' કહી મહેણું દીધું,
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું. - ગામ. ૧

સાત ઉપવાસ ચિત્ત દૃઢ કરીને કર્યાં, દર્શન આપી વદિયા વચંન,
'માગ ને અમગ મન હોય જે તાહરે, ભક્તિ તવ જોઈ હું થયો પ્રસન્ન - ગામ. ૨

'માગુ શું નવલ હું ? તમને જે વલ્લભ દીજિયે મુજને તે જાણી દાસ'
અદ્ભુત લીલા અખંડ શ્રીકૃષ્ણની નરસિંને જઈ દેખાડ્યો રાસ - ગામ. ૩