ગુજરાતની ગઝલો/બળે છે !
← કરું કે ન કરું ? | ગુજરાતની ગઝલો બળે છે ! [[સર્જક:|]] ૧૯૪૩ |
એકરારનામું → |
આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;
ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે !
તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું ?
જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે !
ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;
ફિર્યાદ કરું છું તો જિહવા અધર બળે છે !
મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,
વન તમાશો જોશે કે કેમ નર બળે છે !