← ત્યાગ ગુજરાતની ગઝલો
સનમને સવાલ
[[સર્જક:|]]
૧૯૪૩
સાકીને ઠપકો →


રપ : સનમને સવાલ


તું યાર ક્યાં ? દુશ્મન કયો? જાણું નહીં !
આ દિલ ધડકતું જાય ક્યાં? જાણું નહીં !

આવે ધરી આ દુશ્મનો તારી શિકલ;
યા આંખ આ અંધી બની? જાણું નહીં.

છે હાથ તો લાંબો કર્યો, દોરાઉં છું;
છે દોરનારૂં કોણ આ ? જાણું નહીં.

           × × ×

છે તો ચમન તારો રચેલો તેં ખુદે;
ચૂંટું ગુલો યા ખાર આ? જાણું નહીં.

જાદૂભરી બુલબુલ બજાવે વાંસળી;
તેની ઝબાંમાં કોણ છે? જાણું નહીં.