ગુરુ પરમેશ્વર રે
ગુરુ પરમેશ્વર રે પ્રેમાનંદ સ્વામી |
ગુરુ પરમેશ્વર રે
ગુરુ પરમેશ્વર રે, જે સેવે સાચે મને;
ઓળખીને અરપે રે, મન કર્મ વચને તન ધનને.. ૧
કપટ ન રાખે રે, શુદ્ધ ભાવે મહિમા જાણે;
હરિ વિના બીજી રે, કે મનમાં ઇચ્છા નવ આણે.. ૨
વચન પ્રમાણે રે, વરતે તે હરિજન કા'વે;
ભવસાગરમાં રે, તે ફરવા પાછો નવ આવે.. ૩
મનના મનોરથ રે, સરવે તેના શ્રીહરિ પૂરે;
પ્રેમાનંદ કહે રે, તેને હરિ હજૂર રહે.. ૪