ગોવાળમાં ગમતો ગોવિંદ
ગોવાળમાં ગમતો ગોવિંદ નરસિંહ મહેતા |
ગોવાળમાં ગમતો ગોવિંદ
ગોવાળમાં ગમતો ગોવિંદ, રમતો રમત રૂડી રે.
શંખ શીંગલું મહાધુનિ વાધી, માંડતો મોહના મીટડી રે. - ૧
સુંદરવર શોભંતો દીસે, પીતામ્બર પાલવટડી રે;
નેપૂર કંકણ રમઝમા વાજે, પાઓલિએ ઘૂઘરડી રે. - ૨
શામળો સર્વે ઘેન બોલાવે, ગૌરજ મુખડે લાગી રે;
ભણે નરસૈયો : ભામણા લીજે આરત માએલી ભાગી રે. - ૩