ઘન ગગન ચ્હડી કરે ઘોર શોર

ઘન ગગન ચ્હડી કરે ઘોર શોર
ન્હાનાલાલ




ઘન ગગન ચ્હડી કરે ઘોર શોર

 
ઘન ગગન ચ્હડી કરે ઘોર શોર
ભણે તુજ કુલયશના જોર-દોર
ઘન ગગન ચ્હડી કરે ઘોર શોર

નિરખો ઉજાસ, નૃપ! ભયો ભોર
વનવન ગરજે, નૃપ! મોર મોર
ઝીણી જલકોર
ઉગતે પહોર
ભણે બિરદ ઓર
નૃપ! ઠોર ઠોર
ઘન ગગન ચ્હડી કરે ઘોર શોર

ન્હાનાલાલ