ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?
ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ? અજ્ઞાત સર્જક |
લોકગીત |
ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?
પોળ પછવાડે પરબડી ને
વચ્ચમાં લેંબડાનું ઝાડ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?
વગડા વચ્ચે વેલડી ને
વચ્ચમાં સરવર ઘાટ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?
ગામને પાદર ડોલી ડોલી
ઢોલ વગાડે ઢગલો ઢોલી
કાજળ આંજી આંખલડી ને
લહેરણિયું છે લાલ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?
નાકે નથડી ચરણે ઝાંઝર
હૈયે હેમનો હાર
હાલો ત્યારે ધરણી ધમકે
આંખે રૂપનો ભાર
પગ પરમાણે મોજલડી
જાણે હંસી ચાલે ચાલ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?