ચરણ હરિનાં રે શોભે
પ્રેમાનંદ સ્વામી

પદ ૧૮૫૬

ચરણ હરિનાં રે શોભે, જોઈ જોઈ મુનિમન મધુકર લોભે;
છબી અલૌકિક રે ન્યારી, સોળે ચિહ્ન તણી બલિહારી. ૧
મચ્છ તે મહાસુખ રે આપે, ત્રિકોણ ગોપદ દુઃખડાં કાપે;
કળશ ધનુષને રે ધારે, વ્યોમ તે તાપ હૈયાના ઠારે. ૨
અર્ધ ચંદ્ર ઊગ્યો રે ભારી, સ્વસ્તિક અષ્ટકોણ મંગલકારી;
જવ ને જાંબુ રે વિરાજે, વજ્ર ધ્વજ અંકુશ અતિ છાજે. ૩
અંબુજ શોભા રે સારી, લાગે ઊર્ધ્વરેખા અતિ પ્યારી;
શુક જેવા જોગી રે વિચારે, નિત્ય ઊઠી પ્રેમસખી ઉર ધારે. ૪

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો