ચર્ચા:અમે મૈયારા રે

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૨ વર્ષ પહેલાં

શ્રી.શરદભાઈએ અહીં સૂધારો કરી અર્વાચીન શબ્દો વાપર્યા તે પણ વાજબી જ ગણાય. કિંતુ, કવિઓની રચનામાં જે તે સમયે પ્રચલનમાં હોય તે પ્રમાણેનાં શબ્દો પણ વપરાતાં હોય અને ખાસ તો હવે લોકગીત જેવી બની ગયેલી નરસૈંયાની રચનાઓનો ઉચ્ચાર સૂધારા પહેલાં જેમ લોકમાં ગવાય છે તેમ હતો. (ગુગલ મહારાજ મૈયારા શબ્દથી પ્રચલીત આ ગીતની કડીઓ ૧૦૮૦ જગ્યાએ અને મહિયારા શબ્દથી પ્રચલીત કડીઓ ૧૩૧ જગ્યાએ વપરાયાનું જણાવે છે. એ વાત માનવી પડે કે નરસિંહે મૂળ કયો શબ્દ લખ્યો હશે તે સંદર્ભ હાલ તો આપણી પાસે નથી જ. તો મારું સૂચન છે કે, અગાઉ ક્યાંક કરેલું તેમ, આ પ્રકારનાં શબ્દફેર, ઉચ્ચારભેદ, વાળી કૃતિને એક જ પાને (૧) - (૨) એમ ક્રમ આપી મેલી શકાય. અહીં કૃતિમાં સૂધાર્યા તે શબ્દો છે;

  • મૈયારા = મહિયારા (ભ.ગો.મં. "મૈયારી" અર્થાત ગોવાલણ, ભરવાડની સ્ત્રી એવો અર્થ આપે જ છે.)
  • વા‘લા = વ્હાલા (ભ.ગો.મં. નું સમર્થન મળે છે, પ્રાચીન કવિઓએ વા‘લા, વાલોજી એવા શબ્દો જ વાપર્યા છે. જેમ કે; "મારો વાલોજી રમિયા રાસ રે, સુંદર વેણુ વાગી. - વલ્લભ". બીજું વ્હાલો શબ્દ ખોટો છે. સાચો શબ્દ "વહાલો" છે.)
  • ઉંઘતી = ઉંઘથી (આ લોકભાષામાં ચલણી શબ્દ છે; જેમ કે, ખાતી, પીતી, નહાતી, અર્થાત ક્રિયા દર્શાવવા પાછળ ’તી’ કે ’તો’ લાગવાનું જણાશે, ’થી’ માટે ’ઉંઘમાંથી’ એમ લખવું યોગ્ય થશે.)
  • કેહવા = કહેવા (ભ.ગો.મં. પ્રાચીન ગુજરાતીમાં "કેહવું" શબ્દને અર્વાચીન "કહેવું"નાં પર્યાય તરીકે દર્શાવે છે.) આ તો માત્ર કોઈ જાણકાર મિત્ર વધુ જ્ઞાન પીરશે એ અર્થે થોડું લખ્યું, વિરોધ અર્થે નહિ. બાકી હું તો બંન્ને પ્રકારે રચનાઓ (જ્યાં જ્યાં પણ થોડા ઉચ્ચાર કે અર્થભેદ વાળી રચનાઓ મળતી હોય ત્યાં બધે જ) સ્વીકાર્ય ગણી અહીં રાખવાનાં પક્ષમાં છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૪, ૨૮ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "અમે મૈયારા રે" page.