ચોખ્ખું ઘરનું આંગણું
ચોખ્ખું ઘરનું આંગણું અજ્ઞાત |
બાળગીત |
ચોખ્ખું ઘરનું આંગણું
ચોખ્ખું ઘરનું આંગણું
ચોખ્ખો ઘરનો ચોક;
ચોખ્ખો ઘરનો ઓટલો
ચોખ્ખાં મેડી ગોખ.
ચોખ્ખાં ઘર, કપડાં થકી,
માણસ બહુ સોહાય,
શરીર ચોખ્ખું રાખીએ,
રોગ કદી નવ થાય.
નાહ્યેથી તન સાફ રહે,
સાચેથી મન સાફ.
મન, તન, ઘર છે સાફ,
દૂર રહે નિત પાપ.