જય જય જય ઘનશ્યામ
પ્રેમાનંદ સ્વામી



જય જય જય ઘનશ્યામ

જય જય જય ઘનશ્યામ તુમારી
બહે જાત, ભવ વિખમધાર માંહિ
  બાંહ પકરી કે લિયે હૈ નિકારી... ટેક

દે વિજ્ઞાન વિમલ મતિ કીની,
  દીની ભક્તિ દશરૂપ પ્રકારી,
કરી સેવક સેવા મહીં રાખે,
  દીન બંધુ ત્રયતાપ નિવારી
કામ ક્રોધ અહંકાર માન મદ,
  લોભ મોહ કે મૂલ ઉખારી... ૧

નિજ જન ભાવ સિંઘાસન બૈઠે,
  પાવન સ્વજસ છત્ર શિર છાજ,
પ્રેમ ચંવર ઢોરત નિજ સેવક,
  શોભિત સુરનર મુનિ શિરતાજ,
પ્રેમાનંદ શરણાગત વત્સલ,
  જય જય કૃષ્ણ ગરીબ નિવાજ... ૨