જશોદાના જીવણ ઊભા
નરસિંહ મહેતા

જશોદાના જીવન ઊભા, જમનાને તીરે;
મોરલી વજાડે મોહન, મધૂરી ધીરે. જશોદાના.–ટેક
પીતાંબરની પલવટ વાળી, ઉર લેહેકે માળા;
કાનબીચ કુંડળ લળકે, દીસે રૂપાળા. જશોદાના.

પરભાતે ઊઠીને ગોપી, ગૌને હેરાવે ;
ઓ કાનુડા ! ઓ કાનુડા ! કહીને બોલાવે.- જશોદાના..
આજ તો અમારી ઘેનેં, દૂધ થોડેરાં દીધાં,
રખે રે શામળિયે વહાલે, દોહીને પીધાં.- જશોદાના..
સાંભળ રે સલૂણી શ્યામા, વાતલડી મારી;
તુજ સરખી સલક્ષણી છે, ગાવલડી તારી.- જશોદાના..
એવાં એવાં વચન સુણી, ગોપી આનંદ પામી;
ભક્તવત્સલ ભૂધરજી મળ્યા, મેહેતા નરસૈના સ્વામી.- જશોદાના..

અન્ય સંસ્કરણ

જશોદાના જીવન ઊભા, જમનાને તીરે;
મોરલી વજાડે મોહન, મધૂરી ધીરે.- જશોદાના.. - ટેક

પીતાંબરની પલવટ વાળી, ઉર લેહેકે માળા;
કાનબીચ કુંડળ લળકે, દીસે રૂપાળા.- જશોદાના..

-૦-