જીવણ સાહેબની સાખીઓ
જીવણ સાહેબની સાખીઓ દાસી જીવણ |
દાસી જીવણ
જીવણ સાહેબની સાખીઓ
વણ અક્ષરે અક્ષર લખ્યા, વણ લીયે લી;
‘જીવણ’ને ગુરુ ભીમ ભેટ્યા, રાતમાંથી થયો દી.....(૧)
સાનકારે સમજ્યા નહીં, કલેજે પડ્યો ન છેદ;
‘જીવણ’ કહે જોઈ ચાલજો, રે’શો ઠેરના ઠેર........(૨)
મોટેરા મેઘધારવો, ઈ કુળમાં અવતાર;
‘જીવણ’ ઝાઝું શું કહું, સમજ્યા નહીં ગમાર........(૩)
જીવણ જીવણ જગ કહે, જીવણ હંસ પ્રાણ;
જેને નીરખતાં નયણાં ઠરે, સદગુરુની આણ.........(૪)
જગ જુલાહે જીતીયો, સબ સંતન કો શીશ;
નામ બટાઈ ‘જીવણા’, જાકું જૈસી ધીર.........(૫)