જીવનની જાગૃતિ માટે
જીવનની જાગૃતિ માટે અજ્ઞાત |
જીવનની જાગૃતિ માટે
જીવનની જાગૃતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી
અમારી ઊન્નતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી
અમે સાચા અને શૂરા બનીએ મન વચન કર્મે
અને સજ્જન થવા પૂરા અમારી પ્રાર્થના પ્રભુજી
અમારૂ સ્થાન મેળવીએ, અમારૂ સ્થાન જાળવીએ
અને એ સ્થાન શોભાવવા અમારી પ્રાર્થના પ્રભુજી
અમારાથી કરાશે તે પ્રભુ પ્રેર્યુ તમારૂ છે
અમે યંત્રો તમે યંત્રી, અમારી પ્રાર્થના પ્રભુજી