જુઓ ને ગગના હેરી
ખીમ સાહેબ



જુઓ ને ગગના હેરી

જુઓ ને ગગના હેરી ત્યાં બંસરી બાજે ઘેરી ઘેરી...
જુઓ ને ગગનાં હેરી ત્યાં બંસરી બાજે ઘેરી ઘેરી...

તરવેણીમાં ટંકશાળ પડત હૈ, તા પર ઝીણી શેરી ,
અખર અજીતા આસન બેઠા, નગર બસાયા ફેરી...
- કોઈ જુઓને ગગનમાં હેરી....૦

ઘડી ઘડીનાં ઘડીયાળાં વાગે, ઝીણી ઝીણી વાગે સૂર ઘંટેરી,
ઢોલ નગારાં શરણાયં વાગે, ધૂમ મચી હે ચો ફેરી...
- કોઈ જુઓને ગગનમાં હેરી....૦

ગગન મંડળ મેં કર લે વાસા, વહાં હે જોગી એક લહેરી,
નૂરતે સરતે નામ નીરખ લે , સખમણા માળા ફેરી...
- કોઈ જુઓને ગગનમાં હેરી....

સ્વાસ ઉચ્છવાસ દોનં નહીં પહોંચે , વહાં લે' લાગી મેરી,
સતગરએ મં ને સાન બતાવી , જાપ હે અજપા કેરી...
- કોઈ જુઓને ગગનમાં હેરી....૦

સાચા સતગર નેણે નીરખ્યા, મીટ ગઈ રેન અંધેરી,
ખીમદાસ ગર્‌ ભાણ પ્રતાપે,અબ ચોટ નહીં જમ કેરી...
- કોઈ જુઓને ગગનમાં હેરી....૦