જુગ જુગ જીવો મા રાંદલ
અજ્ઞાત



જુગ જુગ જીવો મા રાંદલ

અનંત કૃપાળી દીન-દયાળી
ભક્તોના દુઃખ હરનારી,
જુગ જુગ જીવો મા રાંદલ જુગ જુગ જીવો મા

કુમ કુમ તિલક શોભે મા
ભક્તો આવે તારા દર્શન કરવા
દુઃખીયાના દુઃખ હરનારી
જુગ જુગ જીવો મા રાંદલ જુગ જુગ જીવો મા

અંબા નામના અમી રસ પીધા
પાપીને તમે પાવન કીધા
પતિત પાવન પાવનકારી
જુગ જુગ જીવો મા રાંદલ જુગ જુગ જીવો મા

જગત જનની જગદંબા માતા
ભક્તોની માતા ભાગ્યવિધાતા
દશે દિશામાં તમારો જયજયકાર
જુગ જુગ જીવો મા રાંદલ જુગ જુગ જીવો મા