જ્યાંરે મનમેં વિરહ નહીં….
જ્યાંરે મનમેં વિરહ નહીં…. ભાણસાહેબ |
રાણી રૂપાંદે
જ્યાંરે મનમેં વિરહ નહીં….
જી રે વીરાં! જ્યાંરે મનમેં વિરહ નહીં,
હો જી, જ્યાંરો ધૂડ સો જીણો
જ્યાં રે મનમેં વિરહ નહીં હો જી.
જી રે વીરાં, ઉપર ભેખ સુહામણો,
હો જી, ગેરુ સું રંગ લીનો,
આપ અગન મેં જલિયો નહીં,
હો જી, હોય રયો મતિ હીણો…
જી રે વીરાં, વિરહ સહિત સાધુ હોયા
હો જી, જિકા સિર ધર દીનો
મરણે સું ડરિયા નહીં
હો જી, મગ મેં મારગ કીનો.
જી રે વીરાં, વિરહ હોય ભારત લડ્યા
હો જી, પાછા પગ નહીં દીના
મતવાલા, ઝૂમે મદ ભરિયા
હો જી, રંગ ભર પ્યાલા પીણા…
જી રે વીરાં, ગુરુ ઊગમસી સાધુ મિલ્યા
હો જી, જીકા મન કીઆ સીણા
બાઈ રૂપાંરી વિનતી
હો જી, પરગટ નિજ પદ ચીણા…