ડાંડિયાની ડાંડિ
ડાંડિયાની ડાંડિ નર્મદ |
ડાંડિયાની ડાંડિ
(ડાંડિયો-દોહરા)
અમારા નિશ ઘનઘોરમાં, ચોરિ ધાડનો ભોય;
ઘરમાં વસ્તી દીપની, ભાર ડાંડિની હોય. ૧
ડાંડિ વગાડે ડાંડિયે, હોય ડાંડિયો જેહ;
મુકે ડાંડપણ ડાંડિયો, મસ્તી કરતો રેહ. ૨
નહીં ડાંડિયા સ્હાંડિયા, પણ વળી લોક અજાણ;
ન્હાનાં મ્હોટાં નાર નર, સરવે થાય સુજાણ. ૩
ડાંડિની મ્હેનત થકી, ધજાડાંડિ સોહાય;
દેશતણો ડંકો વળી, બધે ગાજતો થાય. ૪