ઢાંચો:રૂપક કૃતિ/ઓક્ટોબર
તુલસી-ક્યારોએ ઝવેરચંદ મેઘાણીની દ્વારા રચાયેલ સામાજિક નવલકથા છે. જેમાં એક બ્રાહ્મણ કુટુંબનો સંસાર આલેખવાનો પ્રયત્ન થયો છે.
૧૯૪૦માં પહેલી વખત પ્રકાશિત થયેલી આ નવલકથા 'ફુલછાબ'ની ૧૯૩૯-૪૦ની ચાલુ વાર્તા લેખે પ્રકટ થઈ હતી. ચિરવૈધવ્ય વેઠતી અને કુટુંબ-જીવનના ક્યારામાં 'તુલસી' સમી શોભતી ભદ્રા એ નવલકથા નું મુખ્ય પાત્ર છે.
પચાસ વરસના સોમેશ્વર માસ્તર બહાર આવ્યા ને યમુનાને ફોસલાવા લાગ્યા; યમુના એ એને પણ અપશબ્દો કહ્યા. આખરે સોમેશ્વર માસ્તરના પચીસેક વર્ષના યુવાન પુત્ર પ્રોફેસર વીરસુતે એક સોટી સાથે દોટાદોટ આવીને ગાંડી યમુનાના શરીર પર ફટકા ખેંચવા માંડયા, ત્યારે પછી આડા હાથ દેતી, ચમકતી ને ડરતી યમુના રડતી રડતી ઘરની અંદર ચાલી ગઈ.
યમુનાને ઘરની અંદર લઈ જઈ એક ઓરડીમાં પૂરીને પણ વીરસુત જયારે મારવા ને ત્રાડ દેવા લાગ્યો ત્યારે એક દસેક વર્ષનો છોકરો ત્યાં ઊભો ઊભો કહેતો હતો : 'બાફોઈ, બોલો મા, બાફોઈ, ચુપ રહો તો બાપુ નહિ મારે. બાપુજી, હવે બાફોઈને ના મારો , એ કશું બોલતાં નથી, હો બાપુજી !'
''"'''[[**pagename**]]'''" (**short introductory statement**) [[સર્જક:**name**|]]. (**Summary statement about work**) '' [[File:**filename**.jpg|150px|right]] <!--80px if portrait orientation--> <div style="margin-left: 2em; font-size: 0.88em;"> (**snippet of starting text of work**) </div> :('''[[**pagename**|Read on...]]''')