ઢાંચો:રૂપક કૃતિ/જાન્યુઆરી
દાદાજીની વાતોએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૫-૨૬માં લખેલો ટૂંકી વાર્તા સંગ્રહ છે.
આ પહેલા તેમણે ડોશીમાની વાતો નામે આવો જ લોકકથાઓનો વાર્તાસંગ્રહ આપ્યો હતો. તેમાં રગેલી વાર્તાઓ કારુણ્યસભર હોવાને કારણે બાળકો માટે કેટલી રૂપક નિવડશે તે વિચારીને તેમણે દાદાજીની વાતો નામે આ સંગ્રહ રજૂ કર્યો. ઝવેરચંદ મેઘાણીના પોતાના જ શબ્દોમાં કહીએ તો, "આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે. રાષ્ટ્રવિધાનમાં એનું મહત્ત્વ માપી શકાય તેવું છે".
સોરઠમાં પાંચાળ દેશ એની કંકુવરણી ધરતી, એમાં ચોટીલો ડુંગર, અને એ ડુંગરના ધરામાં મોરસર નામે ગામ : એ ગામમાં મગરપ્રતાપ રાજા રાજ કરે. રાજાની અવસ્થા વરસ પચીસેકની હશે. જેવાં એનાં રૂપ, એવાં જ એનાં ડહાપણ. રાજાએ જાલંધરના જેવી દોમદોમ સાયબી જમાવેલી.
ઈંદ્રાપરી જેવું રાજ, પણ એક જ વાતની ઊણપ રહી ગઈ છે : નગરને બાગબગીચો ન મળે. દિવસ આખો ઝાડવાં વાવે, ત્યાં રાતે માંડવના ડુંગરમાંથી સૂવરનાં ડાર આવે અને દાતરડીથી ઝાડવેઝાડવાંનો સોથ કાઢી નાખે. સાંઢસર અને સીંઢસર તળાવની પાળે આ સૂવરડાંનો રહેવાસ હતો.
રોજ સવારે માળી જઈને પોકાર કરે કે "ફરિયાદ! મોટા રાજા, ફરિયાદ! નંદનવન જેવી ફૂલવાડીને સૂવરડો વીંખી જાય છે.”
રાજાએ કહ્યું કે, “માળી, હવે સૂવરડાં આવે ત્યારે અમને જાણ કરજે.”
''"'''[[**pagename**]]'''" (**short introductory statement**) [[સર્જક:**name**|]]. (**Summary statement about work**) '' [[File:**filename**.jpg|150px|right]] <!--80px if portrait orientation--> <div style="margin-left: 2em; font-size: 0.88em;"> (**snippet of starting text of work**) </div> :('''[[**pagename**|Read on...]]''')