તમે કુડ કાયાના કાઢો વીરા આયો અસાઢો

તમે કુડ કાયાના કાઢો વીરા આયો અસાઢો
ભાણસાહેબ



તમે કુડ કાયાના કાઢો વીરા આયો અસાઢો

તમે ફૂડ કાયાના કાઢો રે, તમે વિખિયાના રૂખડાં વાઢો રે
હે વીરા ! આવ્યો આષાઢો…

અવસર વારો તો કાંઈ નવ હારો, તમે કાલર ખેતર મત ખેડો રે ;
પાતર જોઈને જાતર કીજે, તમે વિખીયાના ફળ મત વેડો રે…
હે વીરા ! આવ્યો આષાઢો…

ખોટે મને જેણે ખેડયું રે કીધી, ઈ ખરા બપોરે નાસે રે ;
આઘાં જઈને પાછાં ફરશે, એના કણ કવાયે જાશે રે…
હે વીરા ! આવ્યો આષાઢો…

વિગત નવ જાણે ને બીજ લઇ વાવે, કાઢી કઢારો ચાવે રે ;
ધાઈ ધૂતીને કૈંક નર વાવે, એની આગમ ખાધુંમાં જાવે રે…
હે વીરા ! આવ્યો આષાઢો…

વાવ્યા તણ્યો જે નર વિચાર જાણે, તો મૂઠી મેલે ખરે ટાણે રે ;
ભાણ ભણે નર નીપજ્યા ભલા, ઈ તો મૂંડા ભરે લઇ માણે રે…
હે વીરા ! આવ્યો આષાઢો…