તારી મૂર્તિ રે છે
બ્રહ્માનંદ સ્વામી



તારી મૂર્તિ રે છે

તારી મૂર્તિ રે છે જો નૈણુ શણગાર,
નૈણુ શણગાર, મારા હૈયા કેરો હાર,
તારી મૂર્તિ રે છે જો..
મોહન તારી મૂર્તિ જોઈને ભૂલ શું તન ભાન,
નીરખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલદાન.
તારી મૂર્તિ રે છે જો..
માથે શોભી વાંક મનોહર, સુંદર શ્યામ શરીર,
નદી રે થી તારું રૂપ નીહાળી પ્રેમીજનોને ભીર.
તારી મૂર્તિ રે છે જો..
બાંય ચડાવું બાંધેલ બાજું કાજુ ધર્મકિશોર,
'બ્રહ્માનંદ' થઈ મોહી છું, નૈણે જાદુ જોર.
તારી મૂર્તિ રે છે જો..