દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ઉપસંહાર

← લડતનો અંત દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ઉપસંહાર
મોહનદાસ કરમચંદ ગાંધી
પરિશિષ્ટ ૧ →


રહી ગયા છે. જેઓ રહી ગયા છે તેઓ હજી પણ ઝૂઝી રહ્યા છે અને તેઓ સમય આવ્યે, પોતાનામાં સત્યાગ્રહ હશે તો, કોમની રક્ષા કરી લેશે એને વિશે મને શંકા જ નથી.

છેવટમાં, આ પ્રકરણો વાંચનાર તો સમજી ગયેલ હશે જ કે, જો આ જંગી લડત ન ચાલત અને ઘણા હિંદીઓએ જે દુ:ખ સહન કર્યા તે ન કર્યા હોત, તો આજે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનો પગ જ ન રહ્યો હોત; એટલું જ નહીં પણ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના વિજયથી વસાહતીઓ ઓછા અથવા વત્તા પ્રમાણમાં બચી ગયા. બીજા જે ન બચી શકે તો દોષ સત્યાગ્રહનો નથી, પણ તે તે વસાહતોમાં સત્યાગ્રહનો અભાવ છે અને હિંદુસ્તાનમાં તેઓની રક્ષા કરવાની અશક્તિ છે એમ સિદ્ધ થશે. સત્યાગ્રહ એ અમૂલ્ય શસ્ત્ર છે, તેમાં નિરાશાને કે હારને અવકાશ જ નથી, એવું જો થોડેઘણે અંશે પણ આ ઇતિહાસમાં સિદ્ધ થઈ શકયું હોય તો હું મને કૃતાર્થ થયો સમજીશ.