દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્ય પ્રજામંડળો
← રાજાઓ | દેશી રાજ્યોનો પ્રશ્ન દેશી રાજ્ય પ્રજામંડળો મોહનદાસ કરમચંદ ગાંધી |
રાજાઓ → |
૮૭
દેશી રાજ્ય પ્રજામંડળો
દેશી રાજ્ય પ્રજામંડળો
પ્ર૦ — જો સવિનય ભંગ ચાલે તો દેશી રાજ્યોમાં પ્રજામંડળો છે તેમના સભ્યોને અને બાકીની દેશી રાજ્યની પ્રજાનો ધર્મ શો?
ઉ૦ — જો મહાસભા તરફથી સવિનય ભંગ ચાલશે તો તે બ્રિટિશ સરકાર સામે હશે. દેશી રાજ્યોની પ્રજા પોતાના રાજ્યમાં ક્યાંયે સવિનય ભંગ ન કરી શકે — તેણે કરવો પણ ન જોઈએ. આનો અર્થ એ થયો કે મહાસભા તરફથી સવિનય ભંગ ચાલે તેથી પ્રજામંડળોની સ્થિતિમાં ફેરફાર થવાપણું નથી. પણ દેશી રાજ્યોમાં રહેનારા છે તે વ્યક્તિગત રીતે બ્રિટિશ હિંદમાં ચાલતી સવિનય ભંગની લડતમાં જોડાઈ શકે. તેથી આવા ઉમેદવાર પોતાના રાજ્ય બહારની નજીકમાં નજીકની મહાસભા સમિતિને પોતાનાં નામ મોકલી શકે.
- હરિજનબંધુ, ૧૪-૪-૧૯૪૦