ધર્મને લાલે મુને
ધર્મને લાલે મુને પ્રેમાનંદ સ્વામી |
ધર્મને લાલે મુને
ધર્મને લાલે મુને, હેતે બોલાવી,
એકાંતની વાત, મરમે સમજાવી રાજ... ધર્મને૦ ૧
મૂળ માયાનાં બંધન, કાપવા આવ્યા,
ધામ ધામના વાસી, આદિ બોલાવ્યા રાજ... ધર્મને૦ ૨
મૂળ અક્ષર પણ, શ્રી હરિ સંગે,
મુક્ત મંડળને વહાલો, લાવ્યા ઉમંગે રાજ... ધર્મને૦ ૩
નવે ગ્રહમાં જેમ, ભાનુ વિના તમ,
દૂર ન થાય કરે, કોટિક કર્મ (શ્રમ) રાજ... ધર્મને૦ ૪
પ્રેમાનંદનો સ્વામી, પ્રાણસનેહી,
બદ્ધ જીવોને વા'લે, કર્યા વિદેહી રાજ... ધર્મને૦ ૫