નગારાં કાળનાં ગડે
નગારાં કાળનાં ગડે દેવાનંદ સ્વામી |
નગારાં કાળનાં ગડે
કાળનાં ગડે નગારાં કાળનાં ગડે,
અગડ ધેં ધેં ધેં ધેં નગારાં કાળનાં ગડે... ટેક
ઢોલ ને રણતુર વાગે ઝાંઝ ખડેડે,
નેજા ને નિશાન દીસે ફોજું બહુ ફરે... અગડ.. ૧
નાળુ ને જંજાળું સર્વે કડે ને ધડે,
આંખ્યો મીંચી બેઠો અંધો મનસૂબા ઘડે... અગડ.. ૨
કઠણ વેગે કાળ આવી ઓચિંતો અડે,
જળ થોડામાં જીવ જેમ પૂરો તરફડે... અગડ.. ૩
ચેતવું હોય તો ચેતી લેજો બીજું રહ્યું નડે,
દેવાનંદનો નાથ ભજ્યા વિના નરકે જઈ પડે... અગડ.. ૪