નરતન ભવ તરન નાવ
નરતન ભવ તરન નાવ દેવાનંદ સ્વામી |
નરતન ભવ તરન નાવ
નરતન ભવ તરન નાવ, દાવ દુર્લભ આયો;
નયન શ્રવન નાસિકા મુખ, બહુ વિધિ બનાયો... નરતન꠶
સદ્ગુરુ શુભ કરનધાર, હરિજન મન અતિ ઉદાર;
વચન ગ્રહત વારવાર, પાર હૂં પમાયો... નરતન꠶ ૧
જનમ મરન જગત જાલ, કરમ ભરમ કઠિન કાલ;
માધવ મેટત દયાલ, ભેટત મન ભાયો... નરતન꠶ ૨
મનુષ્યતન મોક્ષ દ્વાર, સમજત અસાર-સાર;
અંતર પ્રભુ રહે અપાર, પૂરન સુખ પાયો... નરતન꠶ ૩
રાજ કાજ લોક લાજ, સુપન જાની ધન સમાજ;
દેવાનંદ દેખી આજ, ગોવિંદ ગુન ગાયો... નરતન꠶ ૪