← શ્રદ્ધાંજલિ બે દેશ દીપક
સાલાવરી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧


સાલવારી

૧૮૬૫ : જન્મ, પિતા રાધાકિસન, જાતે અગ્રવાલ જૈન વણિક, વતન જગરાન, જીલ્લો લુધિયાના, પંજાબ.

અભ્યાસ : હાઈકૉર્ટ પ્લીડર. વ્યવસાય વકીલાતનો.

૧૮૮૬ : લાહોરમાં દયાનંદ એંગ્લો વેદિક કોલેજનું પાદરોપણ.

૧૮૮૮ : હિન્દી મહાસભામાં ભાગ લેવાની શરુઆત. સર સૈયદ અહમદ પર સુવિખ્યાત પત્ર લખ્યો.

૧૮૯૭-૯૮-૯૯ના દુષ્કાળોમાં સંકટનિવારણની પ્રવૃત્તિ.

૧૯૦૫ : મહાસભા તરફથી વિલાયતમાં પ્રચારકાર્ય માટે મોકલાતા પ્રતિનિધિમંડળમાં શ્રી. ગોખલેની સાથે પસંદગી પામ્યા. યુરોપને પ્રવાસે. અમેરિકાની શિક્ષણ-સંસ્થાઓનું તલસ્પર્શી નિરીક્ષણ.

૧૯૦૭ : હદપારી અને માંડલેના કિલ્લામાં ગિરફતારી. દસ મહિને મુક્તિ, સાત વર્ષ સુધી અથાક દેશસેવા.

૧૯૧૪ : અમેરિકાને પ્રવાસે : મહાયુદ્ધનો આરંભ : દેશમાં પાછા આવવા માટે પરવાનો ન મળ્યો. અમેરિકામાં લોકમત જાગૃત કરવા માટે જુમ્બેશ : 'યંગ ઈન્ડીઆ' પત્ર, દસ લાખ પત્રિકાઓ, 'ઇન્ડિઅન બ્યુરૉ' નામની સંસ્થાની સ્થાપના, પ્રવાસો, વ્યાખ્યાનો. ૧૯૧૯: હિન્દમાં પુન:પ્રવેશ : કલકત્તાની ખાસ મહાસભાનું પ્રમુખસ્થાન.

૧૯૨૧ : અસહકારના આંદોલનમાં આગેવાની : સભાબંધીના સરકારી હુકમ વિરૂદ્ધ પંજાબ મહાસભાસમિતિની બેઠક બોલાવી : પ્રમુખ તરીકે પોતે પકડાયા. બે વર્ષની સજા.

૧૯૨૨ : હિન્દુ મહાસભાની જુમ્બેશ. વડી ધારાસભામાં પ્રથમ સ્વરાજ પક્ષે પ્રવેશ અને પછી મોતીલાલજીની સાથે કાર્ય પદ્ધતિ પરત્વે ઝધડો, 'સ્વતંત્ર પક્ષ' તરફથી ધારાસભામાં પ્રવેશ. પ્રજાહિતના વિરોધી સરકારપક્ષ સાથે અવિરત સંગ્રામ, હિન્દ લોકસેવક સમાજની સ્થાપના.

૧૯૨૮ : નવેમ્બર : ૧૭. સાઇમન કમીશનની સામે કાળા વાવટાનું સરધસ કાઢતાં, લાહોરી પોલીસ અમલદારના લાઠી પ્રહારથી પડેલા જખ્મો અને તેને પરિણામે માંદગીથી થએલું મનાતું મૃત્યુ. સૂચિપત્ર [ સપટેંબર : ૧૯૪૨ ] ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તે ઃ અમદાવાદ. ગુ જ ર ગ્ર થ ર ન ક ય લ ય ની ત્રણ ગ્રંથ મા ળા એ । ત સ ણુ ગ્ર થ મા લા માત્ર એક જ વર્ષમાં સૌને પ્રિય થઈ પડેલ એક અજોડ ગ્રંથમાળા ઃ પાકું પૂઠું : વાર્ષિક લવાજમ : રૂપિયા ચાર : પાન આશરે ૬૦૦થી ૭૦૦ : પેરિટેજ સાથે હળવું છતાં સુંદર સાહિત્ય. © ગૂર્જર બાળ ગ્રંથાવલિ [ સચિત્ર ] બાર પુસ્તક : ૬પ૦ પાન સાથે એક ભેટ પુસ્તક, વાર્તા, કાવ્ય, ઇતિહાસ, પ્રવાસ, વિજ્ઞાન, હુન્નર-ઉદ્યોગ, હાસ્ય, ગણિત, ઉખાણુ, સંવાદ, પ્રાણી, ખગોળવિદ્યા વગેરે । બાલજીવનને સ્પર્શતા વિષયેની, બાળકો સમજી શકે તેવી ભાષામાં, બાળસાહિત્યની દુનિયામાં પ્રસિદ્ધિ મેળવેલા લેખકના સહકારથી તૈયાર થયેલી અનુપમ ગ્રંથમાલાઃ ત્રણે વર્ષના રૂ. ૧ર-૧ર-૦ (ભેટ પુસ્તક સાથે) ગૂ જ ર ગ્ર થ મા લા હિંદભરના સર્વશ્રેષ્ટ સાહિત્યકારનાં સર્વોત્તમ પુસ્તકા આપતી ગ્રંથમાલા : તરુણ ગ્રંથા- વલિના ગ્રાહકોને આ ગ્રંથમાળાનાં પુસ્તકે પર પંદર ટકા કમિશન આપવામાં આવે છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : ગાંધી રસ્તે ઃ અમદાવાદ