← કડવું ૯ નળાખ્યાન
કડવું ૧૦
પ્રેમાનંદ
કડવું ૧૧ →
રાગ:રામગ્રી


કડવું ૧૦ મું – રાગ રામગ્રી.

હસીને બોલ્યો વિહંગમા વાનીજી, ભ્રાત શું માગ્યું લજ્જા આણીજી.

ઢાળ

માગી માગીને શુરે માગ્યુ6, એક દમયંતી અનરી;
દેવકન્યા આની આપું તો, કવણ ભીમક કુમારી.
વિદ્યાધરી ને કિન્નરી, ગાંધ્રવી તે રૂપ્નિધાન;
તે નારીનાં રૂપ આગલ, દમયંતી મૂકે માન.
કોટી કન્યા પરણાવું, પદ્મની ગૈર ગાત્ર;
તેહેની કાંતિ આગળ દમયંતી, તે દીસે દાસી માત્ર.
અતળ વિતળ સુતળ તળાતલ, રસાતલ પાતાળ;
ત્યાં પેસી નાગકન્યા આની આપું, કોણ ભીમકની બાળ.

નળ કહે હું સકલ શ્યામા, પામ્યો પંખીરાય;
કોટી કારજ તેં કર્યા, મેળવ વેદર્ભીસું વેહેવાય.
એક માસનો વાયદો, હંસે કર્યો સુજાણ;
ત્યારે નલ કહે ત્રીસદહાડા, ત્રીસ જુગ પ્રમાણ.
ત્યારે દિવસ આઠની અવધ કરી, કહેતો ગયો ગુણવાન;
પીઠી કરજો રાજાજી, તત્પર કરજો જાન.
ભૂપ કહે પ્રયાન તે, હંસ મેં ન કહેવાય;
હું તો તું વિના એકલો, પ્રાણ વિના જેમ કાય.
હવે એમ જાની વિલંબા મા કરશો, રખે કરતા કોસું સ્નેહ;
જો અવધ વટશે આવ્યાની તો, પડશે માહારો દેહ.
વિશ્વાસા આપ્યો વીરને, પછે પરવર્યો ખગેશ.
થોડે કાળે આવીઓ, જાંહાં વિદર્ભ દેશ.
ભીમકા રાયના ઘરની વાડી, ત્યાં દમયંતીનું ધામ;
તે વાડી મધ્યે આવી હંસે, લીધું નળનું નામ.
ચંદ્રમા મસ્તકે આવ્યો, પૂર્ણિમા મધ્ય જામની;
સખી સાથે દ્યૂત રમે છે, દમયંતી જે ભામની.
તેણે સમે તાંહાં હંસલે, વખાણ્યો નળ રાજન;
શબ્દ સુંદરા સાંભળી, શ્યામએ ધરિયો કાન.
હરિ વદની એ હંસા દીઠો, બેઠોઇ ચંપક છોડ;
આ શું સુનાનું સાવજું, થયું ઝાલવાનું કોડ.
શોભતુંને બોલતું, કરે નળની વિખાણ;
એ પંખી કર ચડે નહીં તો, તજું માહારો પ્રાણ.
અબળા હેઠી ઉતરી, ઝાંઝર કાઢ્યાં તત્કાળ;
હંસે દીઠી કામની, ત્યારે બેઠો નીચી ડાળ.
દોડે આડી અવળી અંગના, કરે ઝાલવાનો ઉપાય;
હાથમાંથી હંસ નાહાસે, ચપળ નવ ઝલાય.
પંખી કહેરે પ્રેમદા, અમો કમળના રહેનાર;
નળ વિના કો નખાલે, તું કોણ જે ગ્રેહનાર.

વલણ

ગ્રેહેનાર તું કોણ મૂર્ખી, તુંને કાંહાંથી નળની શુદ્ધરે;
વચન સુણી વામાએ, વિચારી ઝાલવાની બુદ્ધ રે.