← કડવું ૧૪ નળાખ્યાન
કડવું ૧૫
પ્રેમાનંદ
કડવું ૧૬ →
રાગ:ધનાશ્રી.


કડવું ૧૫ મું – રાગ ધનાશ્રી

ભૂપ મેં દીઠી ગર્વઘેલડી, સખી બે મધ્ય ઊભી અલબેલડી;
કડળી જુગલ સાહેલડી, વચ્ચે વાઇડરભી કનકની વેલડી.

ઢાળ

વેલ જાણે હેમની, અવેવ ફૂલે ફૂલી;
ચકિત ચિત્ત થયું માહરું, ને ગયો દૂતત્વ ભૂલી;

સામાસામાં રહ્યા શોભે, વ્યોમ ભોમ બે સોમ;
ઈંદુમાં બિંદુ બિરાજે, જાણે ઉડગણ ભોમ.
ઉભે અમીનિધિ કીરણ પ્રગટયાં, કળા થઇ પ્રકાશ;
જ્યોતેજ્યોતથી સ્થંભ પ્રગટ્યો, શું એથી થાંભ્યો આકાશ.
કામનીનો પરિમળ બહેકે, કળા શોભે લક્ષ;
શકે ધારાધાર વાસ લેવા, ચઢ્યો ચંદન વૃક્ષ.
કુરંગ મીનની ચપળતા, શું ખંજન જાળે પડિયાં;
નેત્રઅણિઅગ્રે શ્રવણ વિંધ્યા, સોય થઇ નીમડિયાં.
શકે નેત્ર ખેતર છે મોહનું, ડોડાળાં અંબૂજ;
ભ્રુવ શરાસન દ્રષ્ટિ શર, હાવ ભાવ બે ભૂજ.
ગળસ્થળ નારંગ ફળશા, આદિત્ય ઇંદુ અકોટી;
આધાર પ્રવાળી દંત કનકરેખા, જિવ્હા જાણે કસોટી;
કીર આનનપર શ્રીખંડ શોભે, કોયલા બોલે અણછતી;
વનલતાપર પંખી બેઠો, નવ રહેવાયું મારી વતી.
અધારરસ પર શ્વેત બિંદુ, મેં જાણ્યું કરું ગ્રાસ;
ઉદાર સાર આભરણ અંબુજ , જઇને પૂરું વાસ.
નાભી નીકટ મેખલા, રહે ગમન સાથ અમારો;
રોમાવળિ દ્રુમ કુચ ટોડા, ઉર મંડળ શું ઉવારો.
અંગ રંગ તરંગ યૌવન, જોતાં તૃપ્ત ન થઈયે;
ક્ષુધા તૃષા પીડે નહીં, રૂપા સુધામાં રહિયે.
કચભૂષણ કદળી પત્ર ઉપર, શબ્દ તેનો ઊઠે;
તાં બોલે પંચાનન પ્રહારથી, શું લાગો મેગળ પૂઠે.
કેળશાખાયે જલજ જુગમ ચઢ્યાં, ગજ એથી પામે ખેદ;
યુગ્મ અંબુજ તાંહા મળીયાં, મળ્યા મધુકર વેદ.
સ્કંધ પદના તે કદળી સરખા, ખટ તોયજ તોય પાખે;
સુદ્ધ બુદ્ધ નવ રહી મારી, હું બોલી ઉઠ્યો અભિલાખે.
વાડી વાણી વ્યોમચારની, પડ્યો મૂર્ચ્છા ખાઈ;
હાટક રૂપ દેખી સખી સાથે, મુજને ગ્રહવા ધાઈ.
મોહવરુણી પી પડ્યો, કન્યાયે ગ્રહયો આવી;
ભુજઅંબુજ મેં પણ ભેદ્યાં, તોયે મન નવ લાવી.

નામ ગામ ને નામ પૂછ્યું, સ્વામી તારો કૂણ;
રટણ રસનાએ કરે બાદધી, એવો વરણ નિપૂણ.
સ્વામી નળ ને વર્ણન નાળનું, દૂત નાળાનો છુંય;
ગિરિ તરુવર કે ધાતુ ફળ કે, કુસુમ નળ તે શુંય.
પ્રાણ નળ કે ઉદર નળ, કે જળ નળ ગ્રેહનો;
રહે તુજ મળ્યો કાંતિ કમળએ., એ વરણ તેની દેહનો.
પરઅગ્ર વૃશ્ચિક આંકડો, ભેદ્યુ નિજ ભુજતળ;
શકે તારા નાથની એવી, કાયા છે કોમળ.
શબ્દ સુંણી શ્યામા તણો, હું સહી રહ્યો તે કાળ;
તમ પ્રતાપે તારુણીને મેં નાખી મોહજાળ.
અમૃતઘટ થાયે જો ઊંણો, અમર પાન જ્યારે કરે;
વૈદર્ભીની વાણી સુધા જાણી, લેઇ કુંભ પૂરો ભારે.
વિંનતાવદન વિધિએ કીધું, સાર શશીનું લીધું;
નક્ષત્રનાથને લાંછન ભાસે, કલંક લાગટ કીધું.
ગ્રહેશ ને શર્વરીપતિ તે, ગોપ્ય ઊભા ફરે;
 વૈદર્ભીના વકત્ર આગળ, અમર તે આરતિ કરે.
કચસમૂહની રાવ કરવા, વિધિકને કળાધર ગયો;
કાર આધાર ચંદ્ર કાઢ્યો ઠેશે, તે અદ્યાપિ અંતરિક્ષ રહ્યો.
સંસાર સર્વ સાર લીધું, દિવ્ય દેહડી થવા;
ઘડિ દમયંતી ને ભુજ ખંખેરયા, તેના તો તારા હવા.
જજ્ઞ જાગ ને ધર્મ ધ્યાન તીરથ, કીધાં હશે સમસ્ત;
તેને પુણ્યએ પુણ્યશ્લોકજી, ગ્રહશો દમયંતીનો હસ્ત.
ભાગ્ય ભૂપ એ તમતણું, જે વશ વૈદરભી વળી;
વેવિશાળા મળ્યુંને દૂતા ફળ્યું, નવ શકે તેનું મન ચળી.
કાલ આમંત્રણ આવશે, તમે અક્રો તત્પર જાન;
એ વાત નિશ્ચે જાણજો, તેના સાક્ષી શ્રી ભગવનાન.
આનંદ નળ પામ્યો ઘણો, પણ સ્વપ્ના સરખું ભાસે;
વિશ્વાસ મન નથી આવતો, જે વિવાહ કેઇ પેરે થાશે.

વલણ

થાશે સંબંધ ભિમકસુતાનો, એ આશ્ચર્ય મોટું સર્વથા;
કહે પ્રેમાનંદ કહું હવે, દમયંતીની કથા.