નળાખ્યાન/કડવું ૩૦
← કડવું ૨૯ | નળાખ્યાન કડવું ૩૦ પ્રેમાનંદ |
કડવું ૩૧ → |
કડવું ૩૦ – રાગ: મેવાડો.
નળ રાજાએ દ્યૂત આરંભ્યું, સઅત્ય થયું સર્વ ફોકજી;
નગ્ર મધ્યે વારતા જાણી, ત્રાહે ત્રાહે કરે લોકજી.
દમયંતીએ નળને કહાવ્યું, બળદ ભણીમાં જોશો જી;
એ વૃષભમાં વેરી છે કારમો, રાજ રમતાં ખોશોજી.
ડાહ્યા લોક નગરના વારે, ઘણું વારે પરધાનજી;
કલીજુગે બુદ્ધ ભ્રષ્ટ જ કીધી, કહ્યું કાનું ન ધરે કાનજી.
બેઠા બાંધવ પોણ પરઠીને, ડોલે પુષ્કર રાયજી;
જે હારે તે રાજ મેલી, ત્રણ વરસ વન જાયજી.
ત્રણ વરસ ગુપ્ત જ રહેવું, વેષ અન્ય ધરીજી.
કદાચિત પ્રીછ્યું પડે તો, વંન ભોગવે ફરીજી.
મહિમા મોટો કળીજુગ કેરો, નળને ગમી તે વાતજી;
નળા કહેરે નાખ પાસા, ત્યારે વરસ્યો શોણિત વરસાદ્જી.
હાહાકાર હવો પૂર મધ્યે, વાયુ સામટો વાયજી;
નાખ્યા પાસા પુષ્કરા જેત્યો, સર્વસ્વ હાર્યો રાયજી.
હાર્યો નર ને પુષ્કર જીત્યો, જૈ બેથો સિંહાસનજી.
આણ પોતાની વર્તાવી પુરમાં,કહે નળનેજાઓ વનજી;
વનકુળાપહેરી વંન વાસો ને, કરો વનફળા આહારજી;
એક વસ્ત્ર રાખો શરીરે, બાકી ઉતારો શણગારજી.
સર્વ તજી એક વસ્ત્ર રાખી, ઉઠ્યો નળ ભૂપાળજી.
દમયંતીએ કહાવિયું તું, પીયેર જાજે આ કાળજી.
રુદન કરતી રાની આવી, બાળકા ઝાલ્યાં હાથજી;
શીશ નામીને સ્વામીને કહે, મુને તેડો સાથજી.
સુખા દુઃખની કહીએ વારતા, એકલાં નવ સોહાયજી;
હું સેવાને આવું સહીરે, થાકો તો ચાંપુ પાયજી.
કંથ કહે હો કામિની, તું આવે મુજને જંજાળજી;
એ દુઃખા સઘળાં વેઠીએ પણ, ટળવળી મરે બંને બાળજી.
રોતી કહે છે કામિનીરે, જેમ છાયા દેહને વળગીજી;
તેમ હું તમારી તારુણીરે, કેમે ના થાઊં અળગીજી.
વલણ
જો અળગી અક્રશો નાથજી, તો પ્રાણ તજું તત્કાળરે;
નળ કહે આવે વન વિષે તો, પીયેર વળાવો બાળ રે.