નાખેલ પ્રેમની દોરી
નાખેલ પ્રેમની દોરી મીરાંબાઈ |
પદ ૨૨.
નાંખેલ પ્રેમની દોરી, ગળામાં અમને ટેક.
આની કોરે ગંગા વ્હાલા ! પેલી કોરે યમુના વ્હાલા;
વચમાં કાનુડો નાખે ફેરી રે— ગળામાં અમને. ૧.
વૃન્દા રે વનમાં વ્હાલે ધેન ચરાવી,
વાંસળી વગાડે ઘેરી ઘેરી— ગળામાં અમને. ૨.
જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં’તાં,
ભરી ગાગર નાખી ઢોળી— ગળામાં અમને. ૩.
વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યો રે,
કા’ન કાળો ને રાધા ગોરી— ગળામાં અમને. ૪.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
ચરણોની દાસી પિયા તોરી— ગળામાં અમને. ૫.
અન્ય સંસ્કરણ
ફેરફાર કરોનાખેલ પ્રેમની દોરી,
ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી.
આની કોરે ગંગા વા’લા! પેલી કોરે યમુના !
વચમાં કાનુડો નાખે ફેરી રે ... ગળામાં અમને.
વૃંદા રે વનમાં વા’લે ધેનુ ચરાવી,
વાંસળી વગાડે ઘેરી ઘેરી ... ગળામાં અમને.
જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં’તાં,
ભરી ગાગર નાખી ઢોળી ... ગળામાં અમને.
વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યો રે,
કા’ન કાળો ને રાધા ગોરી ... ગળામાં અમને.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
ચરણોની દાસી પિયા તોરી ... ગળામાં અમને.