નાથ રહો મારા નેણમાં
નાથ રહો મારા નેણમાં પ્રેમાનંદ સ્વામી |
નાથ રહો મારા નેણમાં
નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા;
તન મન જાઉં વારણે, તમ ઉપર માવા ટેક
રાખીશ જતને જીવમાં, નહિ દઉં જાવા;
દુર્લભ ઘણા છે રાજનાં, દરશન દેવને થાવા... ૧
સુંદર મુખ છબી જોઈને, લોભાણાં છે નેણાં;
વહાલા લાગે છે મુખના, મીઠાં મીઠાં વેણાં... ૨
આંખલડી અમૃતે ભરી, રૂપાળી છે રેખું;
અતિ આનંદ સુખ ઉપજે, તમને જ્યારે દેખું... ૩
નખશિખ શોભા અંગની, જોઈ લાજે છે કામ;
પ્રેમાનંદ જોઈ રાજને, આનંદ આઠો જામ... ૪