નાના ગ્રાસ લેવત મનગમતા
નાના ગ્રાસ લેવત મનગમતા દેવાનંદ સ્વામી |
નાના ગ્રાસ લેવત મનગમતા
નાના ગ્રાસ લેવત મનગમતા,
નેણાં ભરી જોયા રે હરિ જમતાં... નેણાં° ટેક
ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા,
શોભાનિધિ ઘણું ગમતા... નેણાં° ૧
વારે વારે જળપાન કરત હૈ,
રમુજ કરીને ઘણું ગમતા... નેણાં° ૨
એ છબી જોવા સારું ભવબ્રહ્માદિક,
ભાવસહિત કેડે ભમતા... નેણાં° ૩
દેવાનંદ કહે જન્મ સુફળ કરી,
નિત્ય ચરણોમાં જે નમતા... નેણાં° ૪