નિત્ય મનન/૧૭-૩-’૪૫
← ૧૬-૩-’૪૫ | નિત્ય મનન ૧૭-૩-’૪૫ ગાંધીજી |
૧૮-૩-’૪૫ → |
क़िस्मत पर न सब छोड़ें, न पुरुषार्थका फांका करें । क़िस्मत चलती रहेगी । हम देखें कहाँ दखल दे सकते हैं, देना फ़र्ज होता है, परिणाम कुछ भी हो |
१७-३-’४५
બધું ભાગ્ય પર ન છોડી દઈએ અને પુરુષાર્થનો ફાંકો પણ ન રાખીએ. ભાગ્ય ચાલ્યાં કરશે. આપણે જોવાનું એ છે કે તેને આપણે કેટલું વાળી શકીએ છીએ. એમ કરવાની આપણી ફરજ છે, પરિણામ ભલે ગમે તે આવે.
૧૭-૩-’૪૫