નિત્ય મનન/૧૯-૩-’૪૫
← ૧૮-૩-’૪૫ | નિત્ય મનન ૧૯-૩-’૪૫ ગાંધીજી |
૨૦-૩-’૪૫ → |
प्रतिक्षण अनुभव लेता हूँ कि मौन सर्वोत्तम भाषण है । अगर बोलना ही चाहिये तो कमसे कम बोलो । एक शब्दसे चले तो दो नहीं ।
१९-३-’४५
હું પ્રત્યેક ક્ષણે અનુભવું છું કે મૌન એ સર્વોત્તમ ભાષણ છે. બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો. એક શબ્દથી ચાલે તો બે ન બોલો.
૧૯-૩-’૪૫