ન્હાના ન્હાના રાસ/જાવા દ્યો, જોગીરાજ!

← જરા થોભ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
જાવા દ્યો, જોગીરાજ!
ન્હાનાલાલ કવિ
ટહુકો →



જાવા દ્યો, જોગીરાજ!


જાવા દ્યો, જોગીરાજ ! અળગા રહો, નાથજી !
આમ શું માયા લગાડો રે ?
સરિતાને કાંઠડે કે વનની મરૂઢીમાં-
ક્ય્હાં તમ ફુલરોપ રોપશો રે ?
જાવા દ્યો, જોગીરાજ !

ભેખ હસાવશો ને ચુંદડી લજાવશો,
રત્નોને રજ તો ચ્હડાવશો રે;
હું તો છું બાલુડી ને આપ દેવદેહી,
આંખલડી રાજ ! મા નચાવશો રે;
જાવા દ્યો, જોગીરાજ !