ન્હાના ન્હાના રાસ/ડોલતા ડુંગર
← ટહુકો | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ ડોલતા ડુંગર ન્હાનાલાલ કવિ |
તમીસ્ત્રા → |
ડોલતા ડુંગર
અન્ધારી રાતના ડુંગર ડોલે રે;
જગમાં અન્ધારાં ઢોળે:
સોહાગી રાજ!
ડુંગર ડોલે ને મ્હારાં હૈયાં ડોલે રે.
મેઘલી સ્હાંજ શા ડુંગર ડોલે રે;
મુંગા યે મોરલા બોલે:
સોહાગી રાજ!
ડુંગર ડોલે ને મ્હારાં હૈયાં ડોલે રે.
જુગજુગના જોગી જેવા ડુંGઅર ડોલે રે;
ઝ્લન્તા ઝાડીઓને ઝોલે:
સોહાગી રાજ!
ડુંગર ડોલે ને મ્હારાં હૈયાં ડોલે રે.
કાળની કીકી સમા ડુંગર ડોલે રે;
વિશ્વ રમે એહ દૃષ્ટિછોળે:
સોગાગી રાજ!
ડુંગર ડોલે ને મ્હારાં હૈયાં ડોલે રે.
બ્રહ્મા પદ્મ પેઠ ડુંગર ડોલે રે;
આતમ ડોલે એ હિંડોલે:
સોહાગી રાજ!
ડુંગર ડોલે ને મ્હારાં હૈયાં ડોલે રે.
અમ્મર આયુષ્યના ડુંગર ડોલે રે;
ડોલે ભૂગોલ ને ખગોલે:
સોહાગી રાજ!
ડુંગર ડોલે ને મ્હારાં હૈયાં ડોલે રે.