ન્હાના ન્હાના રાસ/બોલે છે મોર
← વસન્તના કિરણ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ બોલે છે મોર ન્હાનાલાલ કવિ |
સારસનો શબ્દ → |
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
ન્હાનાલાલ
ન્હાના ન્હાના રાસ/બોલે છે મોર
૧
બોલે છે મોર, બાલા ! બોલે છે મોરઃ
ત્હમારે બારણે બોલે છે મોરઃ
કોયલ કરે છે મદશોરઃ
સ્હાંજે સુલોચના!
ત્હમારે બારણે બોલે છે મોરઃ
બોલે છે મોર, બાલા! બોલે છે મોર.
૨
બોલે છે મોર, વ્હાલા! બોલે છે મોરઃ
આપણે બારણે બોલે છે મોરઃ
કોયલ કરે કલશોરઃ
આજે કલાધર
આપણે બારણે બોલે છે મોરઃ
બોલે છે મોર, વ્હાલા! બોલે છે મોર.