ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/એ હરિ ! આશીર્વાદ

← આંખડીને વારજો ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
એ હરિ ! આશીર્વાદ
ન્હાનાલાલ કવિ
કસુંબલા →


 પ૪, એ હરિ ! આશીર્વાદ




ઉતરજો એ હરિ ! આશીર્વાદ,
મુરલીમાં વહજો અનહદ નાદ
ઉતરજો એ હરિ ! આશીર્વાદ.

વનવન શોધ્યાં, ગિરિવર શોધ્યા, શોધ્યા ક્ષિતિજના આરા,
શોધી શોધી સહુ જગતની ઝાડીઓ,
દીઠા ન બ્રહ્મકિનારા
ઉતરજો એ હરિ ! આશીર્વાદ.

સરોવર ભરિયાં, સાગર ભરિયા, ભરિયા આભ અનન્ત,
એક ખાલી અમ ઉરની કટોરી, હરિ !
ભરિયા ન રહે તુજ સન્ત
ઉતરજો એ હરિ ! આશીર્વાદ.

રૂમતુ-ઝૂમતુ કિરણ રમે લઈ નિસીમના સન્દેશ,
૨મજો એવી અમ આતમભાવના
તુજ હદ-બેહદને દેશ
ઉત્તરજિ એ હરિ ! આશીર્વાદ.

મુરલીમાં વહજો અનહદ નાદ
ઉતરજો એ હરિ ! આશીર્વાદ