ન ખણાય કૂવો
ન ખણાય કૂવો દલપતરામ |
ન ખણાય કૂવો ક્ષણમાં ખણતાં જ,
ખણાય કૂવો ખણતાં ખણતાં.
ન ચણાય હવેલી પૂરી પળમાં જ,
ચણાય પૂરી ચણતાં ચણતાં.
ન વણાય પૂરું પટ તો પળમાં જ,
વણાય પૂરું વણતાં વણતાં.
ન ભણાય ઘણું દિનમાં દલપત્ત,
ભણાય ઘણું ભણતાં ભણતાં.